પ્રખ્યાત ટ્રિપલ મર્ડર કેસનો રાજા એન્કાઉન્ટરમાં માર્યો ગયો, અથડામણમાં 5 પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત
04, ડિસેમ્બર 2020

રતલામ-

શહેરમાં એક અઠવાડિયા પહેલા થયેલા ટ્રિપલ મર્ડરનો રાજા દિલીપ દેવલને પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યો છે. આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ સામેલ છે. ઇજાગ્રસ્ત એસઆઇનું નામ માણક ચોક પોલીસ સ્ટેશન પ્રભારી અયૂબ ખાન તેમજ અનુરાગ છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકરાીઓએ સાઇકો કિલરના માર્યા જવાની પુષ્ટિ કરી છે. આરોપી દિલીપ દાહોદ જિલ્લાના ખરેડી ડૂંગરી ગામનો રહેવાસી હતો.

પોલીસને સૂચના મળી હતી કે, દિલીપ ફોરલેન નજીક ખાચરોદ માર્ગ પાસેથી ક્યાંક જઇ રહ્યો હતો. સૂચના મળ્યા બાદ એસપી ગૌરવ તિવારીના નિર્દેશનમાં પોલીસદળે નાકાબંધી કરી હતી. દિલીપે પોલીસદળ પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં દિલીપને ગોળી વાગતા નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડૉકટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. સીએમ શિવરાજે રતલામ પોલીસની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 'મધ્ય પ્રદેશ આજે ફરીથી શાંતિથી સુઇ શકશે. કારણ કે, તમે અમારા રક્ષક છો. જ્યારે પોલીસ ટીમ તેને પકડવા ગઇ તો તેના પર ગોળીબાર થયો હતો અને આપણા બહાદુર જવાનોએ તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો. આપણા અમુક કર્મીઓ આ અથડામણમાં ઇજાગ્રસ્ત થયા છે. હું તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.'રતલામના બહુચર્ચિત ટ્રિપલ કેસનો રાજા દિલીપ દેવલ પોલીસ અથડામણમાં માર્યો ગયો છે. ખાચરોદ રોડ પર પોલીસ એન્કાઉન્ટર થયું છે. આ અથડામણમાં પોલીસના પાંચ જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે. આરોપી દિલીપ ગુજરાતના દાહોદ જિલ્લાના ખરેડી ડૂંગરી ગામનો રહેવાસી હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution