અરવલ્લી-

ભાજપ પક્ષની પાંખ ગણાતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો ના પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. કૃષિકાયદાના મુદ્દે સમર્થન આપી કિસાનસંઘને સરકારના વહાલા થવું છે ને,ખેડૂતોના પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો પડે તેવી સ્થીતીનું નિર્માણ થતા અરવલ્લી,સાબરકાંઠા સહીત સમગ્ર રાજ્યમાં કિસાનસંઘે પોષણક્ષમ ભાવ, સિંચાઈના પાણી સહીત અનેક પડતર પ્રશ્નોને પગલે ધરણા યોજ્યા હતા અરવલ્લી જીલ્લા આયોજીત ભારતીય કિસાન સંઘે કલેકટર કચેરીમાં ધરણા યોજી વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી કિસાનસંઘના અગ્રણીઓએ ઉચ્ચારી હતી.

અરવલ્લી જીલ્લા કલેકટર કચેરી “કિસાન હીત કા કાજ કરેગા.....વોહી દેશ પે રાજ કરેગા” ના સૂત્રોથી પરીસર ગુંજી ઉઠ્યું હતું અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા કલેકટર પરીસરમાં ખેડૂતોના પડતર માંગણીઓને લઈને કિસાનસંઘના અગ્રણીઓ,કાર્યકરો અને મહિલા પાંખના મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા યોજ્યા હતા કિસાનસંઘના અગ્રણીઓના જણાવ્યા અનુસાર,દેશના ખેડૂતની દયનીય દશા બેઠી છે મોઘાદાટ ખાતર, જંતુનાશક દવા,બિયારણ ઉપરાંત ખેત મજૂરીનો ખર્ચ કર્યા બાદ જે ખેત ઉત્પાદન થાય તેના પોષણક્ષમ ભાવો જ મળતા નથી. બજારમાં ખેડૂતોએ પડતર કિંમત કરતાં ય ઓછા ભાવે અનાજ વેચવુ પડે છે. મગફળી,કપાસ,ડાંગર , કઠોળ, ઘઉં,શાકભાજી સહીત તમામ પાકોના પોષણક્ષમ ભાવ જ મળતા નથી જેથી ખેડૂતો આિર્થક રીતે ભાંગી પડયા છે. તેમજ જમીન રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવી, ખેતીમાં જંગલી જાનવરોથી થતા ભેલાણમાં વળતર આપવું,વીજ ચેકીંગના નામે ચાર્જ ખોટા બીલો અને ફિક્સ ચાર્જ બંધ કરવામાં આવે, શાકભાજી તેમજ ખેત પેદાશના ટેકાના ભાવો ૧ કિલોથી નક્કી કરવામાં આવે,દૂધના પોષણક્ષમ ભાવ આપવામાં આવે પાણી પત્રક સમયસર કરવું સહીત અનેક પડતર મુદ્દે કિસાન સંઘે ખેડૂતોની હક્કની લડાઈ માટે આવેદનપત્ર આપ્યું હતું.      અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા મુદ્દે કિસાન સંઘ સરકારની સાથે છે પણ સિંચાઇના પાણી, પોષણક્ષમ ભાવો મુદ્દે કિસાનસંઘ સરકાર સામે બાથ ભિડવા મેદાને પડી છે.બીજીબાજુ કૃષી કાયદાના સમર્થક ખેડૂત સંગઠનોનું કહેવુ છેકે, કૃષિ કાયદા મુદ્દે ચૂપ થઇ કિસાનસંઘને સરકારના વ્હાલા ય થવુ છે અને પોષણક્ષમ ભાવ મુદ્દે સરકારને કાન આમળવો છે તે શક્ય નથી. માખણ ખાવુ છે પણ દોણી સંતાડીને. આમ, ભાજપની ભગીની સંસૃથા કિસાનસંઘ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે લડત લડવા તૈયાર છે.