ધ્રાંગધ્રામાં ઉતરાયણ નજીક હોવા છતા પતંગ-દોરાના ધંધામાં મંદી
11, જાન્યુઆરી 2022

ધ્રાંગધ્રા પંથકમાં એકતરફ કોરોના પોઝિટીવ કેસોનો સંખ્યા વધતી જાય છે ત્યારે આ તરફ મકરસંક્રાંતિના પવઁ સમયે જ કોરોનાની ત્રીજી લહેરે માથુ ઉચકતા હવે પતંગ-દોરાના ધંધામા મંદી જાેવા મળે છે એક તરફ કોરોનાનુ ગ્રહણ અને બીજી તરફ પતંગ તથા માંજા સહિતની ચીજાેમાં ૨૫થી ૩૦ ટકાના ભાવનો વધારો થતા ધંધાથીઁઓને પોતાનો માલ-સામાન ઘર જમાઇ પડ્યો રહે તેવી સ્થિતી ઉભી થઇ શકે છે ત્યારે આ વષેઁ ભાવમાં વધારો તથા ધંધાથીઁઓ પણ પતંગ-પોતાનો ધંધો કરીને પસ્તાઇ રહ્યા હોવાનુ વેપારીઓ દ્વારા જણાવાયુ છે.

મકરસંક્રાંતિ પર્વના અંતિમ રવિવારે ભાવેણામાં રીલ-દોરા પર માંઝો ચડાવવા ભીડ ઉમટી

ભાવનગર ભાવનગરમાં પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જાેવા મળ્યો હતો. શહેરમાં ઠેરઠેર પતંગ રીલ સાથે સંક્રાંતિ પર્વની વિવિધ વસ્તુઓની ખરીદી સાથોસાથ રીલ-દોરાને માંઝો ચડાવવા ભારે ગીર્દી જમાવી હતી. શહેરમાં આવેલા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્થળોએ પતંગ-ફીરકીઓ રીલ તથા દોરા પર માંઝો ચડાવવા સિવાય બીજી કોઈ વાત જણાતી ન હતી. લોકો મકરસંક્રાંતિ ઉજવવા થનગની રહ્યાં હોય તેમ માસ્ક સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનોની ઐસીતૈસી કરી બેફીકર બની ફરતાં ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં.શહેરના બોરતળાવ રોડ એવી સ્કૂલ સહિત અનેક સ્થળોએ રીલ-દોરા પર માંઝો ચડાવવા પતંગ રસીયાઓએ ભીડ જમાવી કલાકો સુધી રાહ જાેઈ હતી. તો બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોય અને રવિવાર હોય આથી શહેરના કેટલાક વિસ્તારોમાં બાળકો યુવાનો સવારથી જ અગાશીઓ પર મ્યૂઝિક સિસ્ટમ પતંગ-ફિરકી સાથે પહોંચી ગયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution