બોડેલી -

બોડેલીમાં સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા ૨ ઓક્ટોમ્બર મહાત્મા ગાંધી જયંતી ના દિવસે ઘટક કક્ષાએ કુલ ૧૨ પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતાં. દર પ્રોગ્રામમાં કુલ ૧૦૦ લાભાર્થી જેમ કે કિશોરીઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને બોલાવવામાં આવ્યા હતા.

બોડેલી તાલુકાના કુલ ૧૨૦૦ લાભાર્થીઓ દ્વારા એક સાથે ૧૨ જગ્યા ઉપર સોશીયલ ડિસ્ટન્સસીંગ જળવાઈ તે રીતે તમામને માસ્ક પહેરાવીને હેન્ડ વોશિંગ કરાવવામાં આવ્યું હતું પછી તમામ લાભાર્થી ને સ્વચ્છતા કીટ અને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા વંદે ગુજરાત ટી.વી.ચેનલ અને વેબેક્સ એપ્લીકેશન દ્વારા ઓનલાઇન જોડાયા હતા. સાથે બોડેલી તાલુકામાં કુલ ૩૧ જગ્યા નવી આંગણવાડી બનાવવા માટે ઇ- ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું અને સૂર્યા ગામમાં નવી આંગણવાડીમાં ઇ - લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ તરીકે જીલ્લામાંથી જીલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકાના પ્રમુખ, ટી.ડી.ઓ. સી.ડી.પી.ઓ. હાજર હતા. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે ગામના સરપંચ,તાલુકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.