જાણો, ધોરણ 12નું દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ કેવું રહ્યું?

સુરત

આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે સુરત શહેરમાં પણ 546 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે...આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામની વધુ માહિતી નીચે મુજબ છે.

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ

જિલ્લો વિદ્યાર્થી સંખ્યા એ-વન ગ્રેડ

સુરત  13733  546

નવસારી  4463  107

વલસાડ  4446  20

ડાંગ  296  00

તાપી  1186  1

ભરૂચ  3142  41

નર્મદા  812  06

સુરત શહેરનું ઓવરઓલ પરીણામ

ગ્રેડ સંખ્યા

એ-વન 546

એ-ટુ 2547

બી-વન 3628

બી-ટુ 3416

સી-વન 2387

સી-ટુ 1053

ડી 144

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution