ગાંધીનગર-

ગુજરાતમાં હાલ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને જન્માષ્ટમી નજીક આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઇને આ વખતે રેસકોર્ષ ખાતે યોજાનાર લોકમેળો નહીં યોજાય. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ખાનગી મેળાઓને પણ મંજૂરી નહિ મળે.

કોરોના કાળને લઇને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહીં યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહીં યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં મેળાનું આયોજન આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મેળાની મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. 

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીરસ્તર પર છે. ત્યારે હવે કોરોનાના 24 કલાકમાં આવતાં કેસીસ પણ 1000નો આંકડો વટાવી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરમાં યોજાતાં લોકમેળા નહીં યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.