ભરૂચ  ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-૧૯ વેકસીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ રસીકરણ સેન્ટરની કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી હતી જેની શરૂઆત થતાં બહોળા પ્રમાણમાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.ભરૂચ જીલ્લામાં વિવિધ જગ્યાએ કોવિડ-૧૯ વેકસીનેશન સેન્ટરો કાર્યરત છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસી આગેવાનોની ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. આ દરમિયાન વિપક્ષ અને આરોગ્ય અધિકારી વચ્ચે શાબ્દીક ઉગ્ર દલીલો થઈ હતી. હવે આ તમામ વચ્ચે પશ્ચિમ વિસ્તારના લોકોને રાહત મળી છે. વિપક્ષની ઉગ્ર રજુઆતના પગલે તંત્ર દ્વારા વિપક્ષની માંગ સંતોષવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મદીના હોટલ પાસે આવેલી છીપવાડ સ્કૂલમાં રસીકરણ કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે. આ તકે તંત્ર દ્વારા શરૂ કરાયેલ પશ્ચિમ વિસ્તારમાં વેકસીન સેન્ટરમાં આ વિસ્તારના રહેવાસીઓએ બહોળા પ્રમાણમા કોવિડ-૧૯ ની રસીનો લાભ લીધો હતો. રસીકર કેન્દ્ર ખુલવાથી સ્થાનિક લોકોએ વિપક્ષના સભ્યો તંત્રનો આભાર વ્યકત કરાયો હતો. ભરૂચ જીલ્લા કોંગ્રેસે સરકાર દ્વારા વધુ રસીકરણ કેન્દ્રો ખોલવાની રજુઆત કરી હતી જેથી ઓછા સમયમાં વધુ લોકોને રસીનો લાભ મળી શકે. કોંગ્રેસે આ વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજ ખાતે પણ એક વેકસીન સેન્ટર શરૂ કરવાની માંગણી કરી છે. હાલ ભારત સરકાર દ્વારા ત્રીજા તબક્કાની વેકસીન કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો ૧૮ થી ૪૫ વર્ષ સુધીના યુવાનોને કોવિડ-૧૯ સેન્ટરો મળતા નથી