અરવલ્લી : હાલમાં દિલ્હી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ આંદોલનમાં શહીદ થયેલા ૩૦થી વધુ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા સર્કિટ હાઉસમાં શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.દિલ્હી ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ૩૦થી વધુ ખેડૂતોના મોત થતા દેશમાં ખેડૂતોને શ્રદ્ધાંજલી અર્પણ અપાઈ રહી છે.મોડાસા સર્કિટ હાઉસમાં વિધાનસભાના દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, અરુણ પટેલ,જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ સહીત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું .વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલે કેન્દ્ર સરકારે અમલીકરણ કરેલા કૃષિ બીલ ખેડૂતોને અન્યાય કરતા અને ગરીબી તરફ ધકેલાતા ત્રણ કાયદા હાલ ખેડૂતો કૃષિ બીલના વિરોધમાં દિલ્હી ખાતે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરતી નથી.આ કૃષિ બીલ અંબાણી અને અદાણીને ફાયદો કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હોવાનું અને ગરીબ ખેડૂતોને લૂંટવા માટે લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.