પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજની ક્રિષ્ના ચૌધરી ગુજરાત યુનિ.માં પ્રથમ
09, ઓગ્સ્ટ 2020

અરવલ્લી,તા.૮ 

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય,આ કહેવતને સાર્થક કરી છે એક ખેડૂત પુત્રીએ.મોડાસા તાલુકાના ઉમેદપુર (દધાલિયા) ગામના વતની અને અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી  ચૌધરી ક્રિષ્ના રાજેન્દ્ર કુમારે બીએસેમ ૪ અંગ્રેજી વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાં ૧ રેન્ક મેળવી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ ગાંધીનગર સહિત ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે. અખિલ આંજણા કેળવણી મંડળ વતી પ્રમુખ શેઠ હરિભાઈ ચૌધરી અભિનંદન પાઠવ્યા હતા.ક્રિષ્ના ચૌધરી ગાંધીનગર ખાતે પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતી સાથે સંકળાયેલા છે.ક્રિષ્નાની મહેનત અને પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં મળેલા યોગ્ય અને ઉચ્ચ અભ્યાસથી આજે સમગ્ર રાજ્યમાં એક ખેડૂત  પુત્રીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટીમાં બીએસેમ ૪ અંગ્રેજી વિષયમાં ૧ રેન્ક મેળવી ડંકો વગાડ્યો છે. ચોતરફથી અભિનદનની વર્ષા થઈ રહી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution