હાલોલ પાસે ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ઝડપાયું
08, ડિસેમ્બર 2020

હાલોલ, વડોદરા ગોધરા બાયપાસ રોડ પર એમજી મોટર્સની સામે આવેલ સારા પેલેસ હોટલની બાજુમાં આવેલ ગેસ્ટ હાઉસન છાપો મારતાં પહેલા માળે રૂમમાંથી એક મહિલા મળી આવેલ હતી, જેની પુછપરછ કરી પોલીસ દ્વારા કાઉન્ટર પર હાજર ગેસ્ટ હાઉઝના સંચાલકની અટકાયત કરી તેની પાસેથી રોક્કડ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ ૧૦,૦૧૦/- રૂ કબજે કર્યા હતા. 

હાલોલ ટાઉન પોલીસને બાતમી મળેળ હતી કે વડોદરા ગોધરા બાયપાસ રોડ પર આવેલ એમજી મોટર્સની સામે દર્શન ગેસ્ટ હાઉઝના સંચાલક દ્વારા બહારથી છોકરીઓ બોલાવી ગ્રાહકો ને બોલાવી તેમની પાસેથી નાણા મેળવી છેકરીઓ સીથે શરીર સંબંધો રાખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા ગેસ્ટ હાઉઝને ફરતે છુટા છવાયા ગોઠવાઈ જઈ, એક ડમી ગ્રાહકને ગેસ્ટ હાઉઝમાં મોકલવામાં આવ્યો હતો, જેના દ્વારા શરીર સંબંધ રાખવાનું જણાવી ભાવ તાલ નક્કી કરતા, તેને ગેસ્ટ હાઉઝના પહેલા માળે આવેલ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અગાઉથી એક મહિલા હાજર હોવાથી તેના દ્વારા ખાત્રી કરી પોલીસને ઈશારો કરવામાં આવતાં, પોલીસ દ્વારા ગેસ્ટ હાઉઝ પર છાપો મારી કાઉન્ટર પરથી તેના સંચાલક દરગારામ દાનારામ છેલ્લારામ ઉંવર્ષ ૩૯ રહે. દર્શન હોટલ હાલોલ, મુળ રહે. પાલી. જી. બાલી રાજસ્થાન દ્વારા છોકરીઓને બોલાવી ગ્રાહકો પાસેથી કલાકનો ચાર્જ વસુલી, રૂમની વ્યવસ્થા કરી આપી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાથી તેને જડપી પાડવામાં આવ્યો હતો.તેમજ મહિલાની પુછપરછ કરતા તેને કોઈક ઈસમનો ફોન આવ્યો હોવાથી તે રવિવારના રોજ સવારે હાલોલ દર્શન ગેસ્ટ હાઉઝ ખાતે આવી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા ગેસ્ટ હાઉઝના સંચાલક દાનારામની અટકાયત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution