ભુજ-

કચ્છ જિલ્લામાં ઠંડીના માહોલ વચ્ચે ધરા ધ્રુજી રહી છે. આજે વહેલી પરોઢે ભચાઉ પંથકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૬ઃ૩૦ વાગ્યાના અરસામાં ભચાઉથી ૯ કિ.મી. દૂર ર.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સવારે ૭ઃ૪૯ મિનિટે ધોળાવીરા સમીપે ૧.૪ની તિવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી હતી. અવાર-નવાર વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી રહી છે જે ચિંતાજનક છે.