08, માર્ચ 2021
વાંસદા. રાજયમાં ગતિશીલ ગુજરાત અને દેશમાં અચ્છેદિનની વાતો ફક્ત વાગોળવામાં જ આવે છે. તો વળી ગુજરાતના વિકાસ મોડેલને દેશનું વિકાસ મોડેલ ગણાવવામાં આવી રહ્યું છે. પણ અહીં વાંસદાના છેવાડે આવેલ લીલવણ ફળિયાની વાસ્તવિકતા કંઈક જુદી જ જાેવા મળી છે.વાંસદા તાલુકાના સિણધઈ ગામનું લીલવણ ફળિયું આઝાદીના છ દાયકા વીતી ગયા છતાં પણ રસ્તા પાણી આવાસ જેવી સુવિધાઓથી વંચિત રહી જવા પામ્યો. જેમાંનું એક લીલવણ ફળિયું આજે પણ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી જેવી પાયાની સુવિધા નથી મળી. જેથી અહીં વસતા થી પરિવારો ખુબજ દયનીય સ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યા છે
આઝાદીના વર્ષો બાદ પણ પાકા રસ્તાથી હજુ પણ વંચિત રહેવા પામ્યું છે. પાકો રસ્તો નહી હોવાથી વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પડે છે.જ્યારે ચોમાસામાં કાદવ કીચડ માંથી ચાલીને ૩.કિલો મીટર સુધી જવું પડે છે. ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આ હાલાકી દૂર કરી ગ્રામજનો માટે પાકો રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે. આઝાદીના દાયકાઓ બાદ પણ આ લીલવણ ગામ વિકાસ વિહોણું, ગ્રામજનો પરેશાન થયા છે જેમાં ગતિશીલ ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થઇ રહી છે ત્યારે વાંસદા તાલુકાના સિણધઈ આદિવાસી વિસ્તારનું એક એવું ફળિયું કે જ્યાં આઝાદી પછી ગ્રામજનોને પાકો રસ્તો મળ્યો નથી થી છુટા છવાયા ઘરની વસ્તી વાળું લીલવણ ફળિયા આવેલું છે. આ ગામ ના લોકો ને પોતાના દૈનિક કામકાજ માટે અને વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે લાંબો ચકરાવો કરીને ઉનાઈ આવવું પડે છે. આ ગામમાં આદિવાસી સમાજ ના લોકો વસવાટ કરે છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવેછે પોતાના કોઈપણ કામકાજ ખરીદી કે અન્ય કોઈ વ્યવહાર માટે ઉનાઈ ગામે આવવું પડે છે. આ લીલવણ ફળિયાનો રસ્તો સાવ કાચો છે.ત્યાંના લોકો ને ખરીદી કરવા કે અન્ય કોઈ ચીજ વસ્તુ લેવા આ રસ્તે થઇ ને જ જવું પડે છે. ચોમાસામાં ગટરનું પાણી આ રસ્તા પર ભરાઈ જવાના કારણે ગામ લોકો સંપર્ક વિહોણા થઇ જાય છે બીમારી ના સમયે દર્દી ને ખાટલા માં નાખી લઇ જવો પડે છે સરકાર ની આરોગ્ય લક્ષી ૧૦૮,સેવા પણ ગામ માં પહોંચી શકતી નથી.સ્થાનિક નેતા સહિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યએ તેના વિકાસ બાબતે આંખ આડા કાન કર્યા છે.