14, જુલાઈ 2022
ભાવનગર, ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં લાખો લોકો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવશે. બે વર્ષના અંતરાલ બાદ ધામધુમ પૂર્વક ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ સાથે જ અનેક ધાર્મિક કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બગદાણા ઘામ ખાતે ગુરુપૂર્ણિમા નિમતે બાપાને સવારે ૫ વાગે મંગળા આરતી, ધ્વજ પૂજન ૭ કલાકે, ધ્વજ રોહણ ૭ઃ૩૦ કલાકે તથા ગુરુપૂજન ૮ઃ૩૦ કલાકે સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, ત્યારેબાદ સાંજ સુધીમાં લાખો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવને ઈશ્વર સુધી પહોંચાડવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવે છે અને જરૂર જણાયે ઈશ્વર ખુદ એક ગુરૂ ના રૂપે સૃષ્ટિમાં અવતાર ધારણ કરી દુરાચારનો અંત કરી સકળ જગતનું કલ્યાણ કરે છે એ સદ્દગુરૂ નો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિમાં ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને પગલે બે વર્ષેથી આ મહાપર્વની ઉજવણી થઈ શકી ન હતી, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં હોય જેને પગલે સરકાર-તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનના પાલન સાથે મહાપર્વની ઉજવણી કરવાની છુટછાટ જાહેર કરી છે.