કિન્નૌર-

જનજાતીય જિલ્લા કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલન થવાના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે. જ્યારે ત્રીજા દિવસે સવારે 4 વાગ્યાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે સવારે વધુ 2 મૃતદેહ મળ્યા છે. આ પહેલા ગુરૂવારે વધુ 4 અને બુધવારે 10 મૃતદેહ મળ્યા હતા. આ ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 2 લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે. જોકે, હજી પણ અનેક લોકો ગુમ છે. ગુરૂવારે મુખ્યપ્રધાન જયરામ ઠાકુર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. કિન્નૌરથી શિમલા પરત ફર્યા પછી ગુરૂવારે મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે  આ મામલાને સંબંધિત જાણકારી ગૃહમાં આપી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, પહાડી વિસ્તારમાં સતત પથ્થર પડવાના કારણે ગુરૂવારે રો-સર્ચ ઓપરેશનને રોકી દેવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને ગૃહમાં કહ્યું હતું કે, આ ઘટના થવા પછી તરત ત્યાં જવાનું મન હતું, પરંતુ ખરાબ વાતાવરણના કારણે ન જઈ શક્યો. તો ધારાસભ્ય કિન્નૌર જગતસિંહ નેગી અને કિન્નૌરના પૂર્વ ધારાસભ્ય તેજવંત સિંહ નેગી પણ રાજ્યના મુખ્યપ્રધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિમાચલ પ્રદેશના કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલન થવાના કારણે 16 લોકોના મોત થયા છે. અહીં આજે સતત ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ) ચાલી રહ્યું છે. તે દરમિયાન વધુ 2 મૃતદેહ મળ્યા છે. જોકે, ભૂસ્ખલનમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.