જાકાર્તા-
ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે ૪૧થી પણ વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘર વિહોણા થઇ ગયા છે. અહીંના ઇસ્ટ નુસામાં આવેલા પહાડી વિસ્તાર પરથી ભુસ્ખલન થતા મોટી સંખ્યામાં માટી નીચે પડી હતી, જેને કારણે અનેક લોકોના ઘરો દટાઇ ગયા હતા. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં ૩૫ જેટલા મૃતદેહો રીકવર કરી લીધા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. આ મૃતદેહો ભુસ્ખલન થયું તે વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક સૃથળે પૂરને કારણે છ લોકો માર્યા ગયા હતા. જાેકે અનેક વિસ્તારોમાં વિજળી જતી રહેવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ માઠી અસર પહોંચી રહી છે.
સાથે જ રસ્તામાં મોટા પ્રમાણમાં માટી આવી જતા બ્લોક થઇ ગયા હતા, તેથી રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સૃથળે નથી પહોંચી શકતી. ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અવાર નવાર થતુ રહે છે. અહીં ૧૭૦૦૦ જેટલા નાના મોટા ટાપુ આવેલા છે જ્યા હજારો લોકો રહે છે. મોટા પહાડો પરથી ગમે ત્યારે ભુસ્ખલનને કારણે પથૃથરો અને માટી ધસી આવે છે અને સીધા મકાનો પર પડે છે. અહીંના ઓયાંગ બયાંગ વિસ્તારમાં પુરને કારણે ૫૦થી પણ વધુ મકાનો નાશ પામ્યા હતા જ્યારે છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેથી ભુસ્ખલન અને પુરને કારણે ૪૧ લોકો માર્યા ગયા છે. અગાઉ આ આંકડો ૪૪નો હતો, જાેકે બાદમાં ત્રણ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા જેઓ ઘણા સમયથી ગુમ હોવાથી મૃત માની લેવામાં આવ્યા હતા.