31, જુલાઈ 2020
લાંબો સમય ફિલ્મી પરદેથી દૂર રહ્યા પછી વેબ સિરીઝ હન્ડ્રેડ દ્વારા ડિજીટલ પ્લેટફોર્મ પર દેખાયેલી લારા દત્તાને ચાહકો વધુ એક દમદાર રોલમાં જોઇ શકશે. અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મનું શુટીંગ હવે લંડનમાં થવાનું છે અને આ માટે સ્ટારકાસ્ટ ત્યાં રવાના થવાની છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે મુખ્ય સ્ટાર સાથેની બેલબોટમની ટીમની તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં અક્ષયની સાથે લારા દત્તા પણ છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં લારા દત્તાને ઇન્દિરા ગાંધીનું પાત્ર મળ્યું છે.
ભારતના પુર્વ વડાપ્રધાન ઇન્દિરાજીના પાત્રને નિભાવવાની તક મળતાં લારા ખુશ છે. નિર્માતાને આ પાત્ર કોણ ભજવશે?તેની ચિંતા હતી. એ પછી લારા દત્તા નજર સામે આવી હતી. લારાએ આ રોલ માટે પોતાનો લૂક પણ બદલ્યો છે. એંસીના દસકની આ ફિલ્મ હોઇ અક્ષય કુમાર પણ અલગ લૂકમાં જોવા મળશે.તે એજન્ટનો રોલ નિભાવી રહ્યો છે. તે એવો એજન્ટ છે જે દેશમાં ભૂકંપ મચાવતાં અને ષડયંત્રોનો પર્દાફાશ કરશે. વાણી કપૂર અક્ષયની પત્નિના રોલમાં છે.