વલસાડ

વીજ કનેક્શન આપવાની બાબતે દક્ષિણ વિજ વિભાગ કામોની પક્ષપાત કરી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એક જ સર્વે નંબરવાળી સહિયારી જમીનમાં ભાગીદારો પોતપોતાના ભાગ પ્રમાણે જમીનની વહેંચણી કરી ખેતી તો કરી શકે છે, પરંતુ ખેતી માટે પોતાની ખાનગી પાણીની સુવિધા કરી શકતા નથી કારણ કે વિજવિભાગ એક સર્વે નંબર વાળી જમીનમાં માત્ર એકજ વીજ કનેજશન આપે છે. એ જ જમીનમાં બીજા ભાગીદારને વીજ કનેક્શન અપાતું નથી. પાણી ની સુવિધાના કોઈ સ્ત્રોત ન હોય તેવા સંજાેગોમાં જેમના ભા માં વિજકનેક્શન હોય તેવો અન્ય ભાગીદારને પાણી આપે તોજ ભાગીદાર ખેતી કરી શકે છે આવા સંજાેગો અન્ય ભાગીદારો વિજ કનેજશનવાળા ભાગીદારના ઉપર ર્નિભર રહેવું પડે છે. અહીં પોતાની હિસ્સાવાળી જમીનમાં ખેતીવાળી મીટર મેળવવા માટે વિજ વિભાગ સામે ખેડૂતે આજીજી કરવી પડી રહી છે. એક જ નંબરવાળી જમીનની તમામ ભાગીદારોમાં એક સરખી વહેંચણી કાર્ય બાદ પહેલાથી રહેલ વીજ કનેક્શનનો મીટર કોઈ એક ભાગીદારના હિસ્સામાં અવાનો જ છે.કાયમ ની જરૂરિયાત હોવા થી એકમેક વચ્ચે અણબનાવ થતો જ હોય છે. આવા સંજાેગોમાં પાણીના અન્ય સુવિધા ન હોય તો અન્ય ભાગીદારોની ખેતી થઈ શકતી નથી અને લાંબા ગાળે ફળદ્રુપત જમીન બંજર માં પરિવર્તિત થવાની સંભાવના સેવાય છે. હવે ખેડૂતોને વીજ કનેક્શન માટે કાયદા બતાવતી વિજ વિભાગ કંપની ગેરકાયદે બિલ્ડીંગોમાં સરેઆમ વિજકનેક્શન આપી કાયદાનો ધજાગરો ઉડાવે છે.