અમદાવાદ-

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સરકાર બનાવ્યા બાદ વિવિધ પ્રતિબંધો લાદ્યા છે. આ નિયંત્રણો પૈકી એક મંજૂરી વગર વિરોધ પ્રદર્શન નહીં યોજવાનો પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેની સરખામણી ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સાથે કરી હતી અને નિવેદન આપ્યું હતું. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, 

 

અંગ્રેજોના શાષનમાં પણ આંદોલનનો અધિકાર સંપૂર્ણ રીતે અબાધિત હતો. ગુજરાતના આધુનિક તાલિબાનીઓએ 20 વર્ષ પહેલા જ આંદોલનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાની તાલિબાનો આગળ વધશે? વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં મંજૂરી વિના વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યા હોવાની પરિસ્થિતિને ગુજરાત સાથે સરખાવી હતી. પરેશ ધાનાણીના આ ટ્વિટ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.