રાજકોટ, રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા ૫૦૦ કરોડની જમીન કૌભાંડના આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદ નામદાર નીચેની કોર્ટે ફરીયાદી અને બે સાહેદોને તપાસ્યા બાદ હાલનો બનાવ ગાંધીનગરમાં બદનક્ષીની જે ફરીયાદ દાખલ થયેલ છે તે ફરીયાદનો જ એક ભાગ ગણી હાલની ફરીયાદ મુળ ફરીયાદીને પરત આપવાનો હુકમ કરેલ હતો. જે હુકમથી નારાજ થઈ નામદાર સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ હતી.નામદાર સેશન્સ કોર્ટમાં રીવીઝન દાખલ કર્યા બાદ અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય સુખરામ રાઠવા, શૈલેષ પરમાર , સી.જે. ચાવડાનાને રીવીઝનમાં સામાવાળા તરીકે જાેડવાની અ૨જી પાઠવેલ હતી જે અ૨જીની માંગણી નામદા૨ સેશન્સ કોર્ટે મંજુ૨ કરી સામાવાળાને નોટીસ ક૨વાનો આદેશ ફ૨માવેલ છે.

૨૨ ફેબ્રુઆરીના રોજ કોંગ્રસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટની આસપાસમાં ૨૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની ૨૦૩૧ સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-૨ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ ૫૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.

તેઓએ એવી પણ માંગ કરી છે કે, ભાજપના મળતિયા બિલ્ડર્સ તેમજ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે અને પોતાના ગજવા ભરવા માટે કૌભાંડ કરાયું છે તેની સીબીઆઈ મારફતે તપાસ કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય અને રૂડાના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સહારાની પેટા કંપની સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશન (લખનઉ)ની ટાઉનશિપ બાંધવા માટે રાજકોટની બાજુમાં મોટી જગ્યા ઉપલબ્ધ હતી.