દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર ગામમાંથી પસાર થતી માછણ નાળા યોજનાની પીવાના પાણીની પાઈપલાઈનનો વાલ ઘણીવાર સ્થાનિકો ખોલીને પાણી મેળવતા હોય છે. પરંતુ તેને લીધે પાણીનો વેડફાટ પણ થાય છે હાલમાં પણ વાલ ખોલી નાખતા ફરીથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ અંગે પાણી પુરવઠા વિભાગે પાણી બંધ કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળશે. દાહોદ જિલ્લામાં પીવાના પાણી ઘર ઘર સુધી પહોંચે તેવા હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ કાર્યરત છે જેમાં ભાણાસીમલ યોજના કડાણા યોજના માછણ નાળા યોજના તેમજ હાલમાં જ હાફેશ્વર યોજના કાયાર્ન્વિત કરવામાં આવી છે. આ સિવાય પણ ગામડે ગામડે મીની પાણી પુરવઠા યોજનાઓ ચાલી રહી છે બીજી તરફ આટલી બધી સુવિધાઓ પ્રદાન કરવા છતાં જિલ્લામાં પાણી ચોરીની ઘટનાઓ બનતી જાેવા મળી રહી છે પાણી મેળવવા માટે ઘણી વખત પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવે છે તેને કારણે પાણીનો વ્યય થાય છે તેવી જ રીતે હાલમાં પાણી ચોરી નો નવો કીમિયો જાણવા મળ્યો છે તે પ્રમાણે ઝાલોદ તાલુકા મા કાર્યરત માછણ નાળા યોજના ની પાણીની પાઈપલાઈન જેતપુર ગામ માંથી પસાર થાય છે તે પાઇપલાઇનનો વાલ બે દિવસથી કોઈ ખોલીને પાણીથી કૂવો ભરીને ફરીથી વાલ બંધ કરી દે છે જ્યારે વાલ ખોલવામાં આવે ત્યારે પાણીના ફુવારા ઉડે છે