21, જુલાઈ 2020
શિવ પુરાણમાં ભગવાન શિવના અનેક નામ ઉલ્લેખવામાં આવ્યાં છે. આ નામોના અર્થ ખૂબ જ ઊંડા અને તેમના સ્વરૂપમાંથી કઇંક શીખવા પણ મળે છે. ભગવાન શિવ ત્રિદેવોમાંથી એક દેવ છે. તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. તેમને નટરાજ, ભક્તવત્સલ, સદાશિવ અને અર્ધનારેશ્વર વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
નટરાજઃ-
શિવને નટરાજ કહેવામાં આવે છે. આ સ્વરૂપ કળા પ્રત્યે તેમના પ્રેમને દર્શાવે છે. ગુસ્સામાં તાંડવથી જ્યાં પ્રલય આવે છે ત્યાં સુખમાં કરવામાં આવતું નૃત્ય વાતાવરણને ઉલ્લાસ અને ઉમંગથી ભરી દે છે.
ભક્તવત્સલઃ-
ભગવાન ભોળાનાથ શિવ દૈવ, દાનવ, ભૂત, પિશાચ, ગણ એટલે બધાને સાથે લઇને ચાલે છે. એવું માનવામાં આવે છે કે, તેમનો આ સ્વભાવ જો વ્યક્તિ પોતાનામાં સમાવી લે તો તેઓ જીવનમાં ક્યારેય પરેશાન થતાં નથી.
સદાશિવઃ-
ભગવાન શિવએ પોતાનો વિવેક એટલો પ્રબળ કર્યો છે કે, તેમની સામે ભોગ-વિલાસની દુનિયા કંઇ જ નથી. તેઓ કૈલાશ ઉપર યોગીઓની જેમ ભભૂતધારી સ્વરૂપમાં નિવાસ કરે છે. શિવની આ વાતથી વિવેક અંગે શીખી શકાય છે.
અર્ધનારેશ્વરઃ-
દુનિયા જ્યારે જેન્ડર ઇક્વાલિટીની વાત કરે છે ત્યારે શિવનું આ સ્વરૂપ મહિલા-પુરૂષ સમાન અધિકાર અને સમાન સત્તાની વાત જણાવે છે. શિવના આ સ્વરૂપથી નારી પ્રત્યે નર દ્વારા સન્માનનો ભાવ વધે છે.