05, મે 2021
ચંદન સુગંધ અને શીતળતા પ્રદાન કરે છે. મુખ્ય રીતે જે ચંદનનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, તે લાલ અને સફેદ ચંદન હોય છે. ચંદનનો પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના લાકડાને હવનમાં પ્રયોગ કરવામાં આવે છે તો પૂજામાં તેનું તિલક પણ કરવામાં આવે છે.
ચંદનનો પ્રયોગ અને ઉપાય
- શાસ્ત્રોના અનુસાર માં દુર્ગાની ઉપાસના ચંદનના લાકડાથી કરવાથી મંગળ ગ્રહનો દોષ દૂર થાય છે.
-ભગવાન વિષ્ણુના જાપમાં ચંદનથી બનેલા માલનો ઉપયોગ કરવામાં આવે છે.
-જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર ચંદનની લાકડીથી માતાર સરસ્વતી, માતા લક્ષ્મી અને ગાયત્રી માતાનો જાપ કરવાથી શુભ લાભની પ્રાપ્તિ થાય છે.
-ચંદનની માળા ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. વ્યક્તિને ચારે તરફથી સહયોગ મળતો રહે છે.
-જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર ચંદનની માળા ગળામાં ધારણ કરવાથી માસિક શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
-ધર્મના અનુસાર ચંદનનું તિલક કરવાથી પાપોનો નાશ થાય છે.
-જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર ચંદનનું તિલક લગાવવાથી વ્યક્તિના ઉપર આવેલો સંકટ મટી જાય છે.
-જો વ્યક્તિ ચંદનનું તિલક લગાવે, તો લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
-ચંદનનું તિલક રોગોને શાંત કરવામાં મદદ કરે છે.
-જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર ઘસેલા ચંદનને માથા પર લગાવવાતી ઘરમાં રોગ અને શો નથી આવતા.
-જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ભગવાન વિષ્ણુની પૂજામાં પીત ચંદનનો ઉપયોગ કરવાથી ભગવાન ખુબ જ ઝડપથી પ્રસન્ન થાય છે.
-જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો ઘરમાંથી નિકળતા સમયે નાભિમાં ચંદનનું અત્તર લગાવવામાં આવે, તો તેનાથી સંપન્નતા અને વૈભવ વધે છે.