વડોદરા : ભારતીય તાપમાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ જીલ્લાઓમાં તેમજ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જાેવા મળતા શહેરીજનોમાં ઉકળાટનો માહોલ જાેવા મળ્યો હતો.ત્યારે પશ્ચિમ તરફથી ૭ કી.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાતાં તેમજ તાપમાનનો પારો ૩૯.૪ ડીગ્રી થતા ગરમીનો પારામાં ઘટાડો જાેવા મળ્યો હતો.જાેકે વાદળછાયા વાતાવરણ અને વાવાઝોડાની આગાહી હોવાથી લોકોમાં ચિંતા પણ જાેવા મળી હતી.ભારતીય તાપમાન વિભાગ દ્વારા ગઈ કાલે સવારે દક્ષિણ – પુર્વ અરબસાગર પર દબાણની સ્થિતી આવતા તેમાં ચક્રવાતની  સ્થિતી સર્જાતા ગુજરાતમાં પણ આ ચક્રવાત આવવાની આગાહી કરવામાં આવી છે.આ ચક્રવાતની અસર રાજ્યના સૌરાષ્ટ્ર – કચ્છમાં વછુ જાેવા મળશે. તેમ જણાવવામાં આવ્યું છે.આજે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૯.૪ સેન્ટીગ્રેડ જાેવા મળ્યુ હતુ.જ્યારે લધુત્તમ તાપમાન ૨૮ સેન્ટીગ્રેડ નોંધાયું હતું.સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વહેલી સવારે૭૦ ટકા અને સાંજે ૩૨ ટકા ની સાથે હવાનું દબાણ ૧૦૦૦.૧ મિલીબાર્સ અને પશ્ચીમ તરફથી ફુંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક ૭ કી.મી નોંધાઈ હતી.