દે.બારીયા : દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં આવેલ કાળીડુંગરી ગામમાં એસ.એન.કડાકિયા હાઈસ્કૂલમાં લો-કૉલેજ, ગોધરાના વિધાર્થી દ્વારા કાળીડુંગરી પ્રાથમિક શાળાના શિક્ષક નિતેશભાઈના પ્રમુખ સ્થાને કાયદા વિશે માહિતીનો કાર્યક્રમ યોજાય ગયો.

આ કાર્યક્રમની શરુઆત શાળાના આચાર્ય કે.સી. ચૌહાણ સૌ તાલીમાર્થી મિત્રો આવકાર્યા હતા. ત્યાર બાદ દીપપ્રાઞટય કરી પૂષ્પઞુચ્છ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૦ તાલીમાર્થી મિત્રો ભાગ લીધો હતો. તેમાં તાલીમાર્થીઓ મિત્રોએ અલગ અલગ માહિતી આપી જેમાં એફ.આઈ.આર કેવી રીતે કરવી, બાળ મજૂરી, બાળ તસ્કરી, સ્ત્રી સશક્તિ કરણ, ભષ્ટાચાર, તેમજ મૂળભૂત અધિકારો, બંધારણ, મોટર વિહિકલ એક્ટ, સિવિલ પ્રો.કોડ,ક્રિમીનલ. પ્રો.કોડની પ્રોસેસિંગ વિશેની માહિતી આપી હતી.અંતમા પ્રમુખ નિતિશભાઈએ શાળાના બાળકોને વકીલ, જજ બનવાની પણ શીખ આપી હતી. અંતે સ્કૂલની વિધાથીઁની કામિનીબેન દ્વારા આભાર વિધિમાં સૌનો આભાર માન્યો હતો