આણંદ : આણંદ ખાતે જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતાં જિલ્લાંની મહિલા સ્વસહાયતા જૂથોને ધારાસભ્ય સુરેશભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્‍તે તેમજ ખંભાત ખાતે પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા. સુરેશભાઇ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, આર્ત્મનિભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે. સરકારે મહિલાઓના આત્મસન્માન માટે વિધવા સહાય યોજનાને બદલે ગંગાસ્વરૂપા નામ આપીને મહિલાઓનું ગૌરવ વધાર્યું છે. મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજે ગુજરાતની મહિલા શક્તિને આત્‍ર્મનિભર અને પગભર થવાના નવા દ્વાર સરકારે ખોલ્યાં હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે ૫ અને ખંભાત ખાતે ત્રણ મહિલા સ્વસહાયતા જૂથો મળી કુલ ૮ મહિલા સ્વસહાય જૂથોને બેંકર દ્વારા જેએલઇએસજી ગ્રૂપના લોન મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા. આણંદ ખાતે આભારિવિધિ આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઇ ચાવડાએ આભારવિધિ કરી હતી, જ્યારે ખંભાત ખાતે પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એમ. ખાંટે સ્વાાગત પ્રવચન કર્યું હતું. અંતમાં તાલુકા વિકાસ અધિકારી જી.આર. ગોહિલે આભારવિધિ કરી હતી.