રાજકોટ-

પ્રસિદ્ધિ યાત્રાધામ દ્વારકા નાં મુખ્ય શિખર ઉપર આજે ધોધમાર વરસાદ સાથે વીજળી પડવાથી જગત મંદિર નાં મુખ્ય શિખર ઉપર ૫૨ ગજની ધ્વજા ને સામાન્ય નુકશાની પહોંચી હતી અને મંદિર ના અન્ય કોઈ પણ ભાગને નુકશાની નથી થઈ તેની દ્વારકાના પ્રાંત અધિકારી કે પુષ્ટિ પણ કરી હતી. જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા.યાત્રાધામ દ્વારકામાં આજ રોજ ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી ભારે પવન ના કારણે દ્વારકા માં વરસાદ શરૂ થયો હતો અને વરસાદ થતાં જ વીજળી પડવાથી દ્વારકાધીશ ના શિખર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધ્વજા ને નુકશાની પહોંચી હતી