રાજ્યમાં મહેસૂલ વિભાગના લોકપ્રશ્નો ઉકેલવા મર્યાદા નક્કી કરાઈ
22, ઓક્ટોબર 2021

ગાંધીનગર, ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ રાજયના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે બેઠકમાં મહેસુલ વિભાગના પ્રશ્નોની પર ચર્ચા કરાઈ હતી. જેમાં નાગરિકોને મહેસુલ વિભાગમાં સરળતા થાય તે માટેની ચર્ચા થઇ હતી. મહેસુલને લગતા પ્રશ્નોના ઝડપી નિકાલ થાય એ માટે આ બેઠકનું આયોજન થયું હોવાનું મહેસુલ પ્રધાને ઉમેર્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે તમામ જિલ્લા કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓ સાથેની બેઠકમાં કેટલાક ર્નિણયો લેવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓ પાસે પડતર અરજી કે અપીલ રિમાન્ડ કરવાને બદલે ગુણદોષ પર નિકાલ કરાશે. મિલકત બાબતની તકરાર કેસ વિલંબ કેસમાં અપવાદ રૂપ કેસમાં જ અરજી નામંજૂર કરવી જાેઈએ, જમીન કેસની સુનાવણી મહત્તમ ૩ દિવસમાં ચુકાદો આપવો. બંને પાર્ટીને સાંભળીને જ ચુકાદો આપવો, તંત્ર દ્વારા સપ્તાહમાં ૨ દિવસમાં સાંભળવું, મહેસુલી સેવામાં મેળા થશે. સ્થળ પર જ પ્રભારી મંત્રી દ્વારા લોક પ્રશ્ન માટે મેળો કરે જેથી સ્થળ પર નિકાલ થઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં ગામતળની દરખાસ્ત તૈયાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.મહેસુલ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આવી દરખાસ્તો જે પેન્ડિંગ છે એનો મહત્તમ ૧૫ દિવસમાં નિકાલ કરાશે.આ સરકાર અનિર્ણાયક રહેવા માંગતી નથી. મહેસુલ વિભાગમાં ઝડપથી મુદ્દાઓનો નિકાલ થાય એવી કામગીરી કરાશે. રાજ્યમાં મોટાભાગે રીસર્વેનો મુદ્દો આવી રહ્યો છે. રી-સર્વેની જેટલી અરજી છે એની માટે એકસપર્ટ કમિટી બનાવવામાં આવશે. તમામ ધાર્મિક સંસ્થાઓ જેના વેચાણ ગેરકાયદેસર થયા હોય એની તાત્કાલિક અરજી સરકારને મોકલાવાની રહેશે. આ પ્રકાર જમીન જે ધાર્મિક કામો માટે છે ત્યાં આ પ્રક્રિયા ના થતી હોય તો તાત્કાલિક જમીન સરકારને આપવાની રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution