ભાજપના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર અલ્પેશ ઠાકોર ઇન, જીતુ વાઘાણી આઉટ
13, ફેબ્રુઆરી 2021

અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. તેવામાં ગુજરાત ભાજપ સંગઠન દ્વારા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સ્ટાર પ્રચારકોમાં મોટાં માથાઓ ગાયબ છે અને સ્થાનિક નેતાઓ વધારે જાેવા મળી રહ્યા છે. કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની ભાજપના સ્ટાર પ્રચારકમાં સામેલ છે. ભાજપના ૨૦ સ્ટાર પ્રચારકોમાં અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે, જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ફરીવાર બાદબાકી કરવામાં આવી છે.

છ મહાનગરપાલિકાઓ માટે ભાજપના ૨૦ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ

૧. સીઆર પાટીલ (પ્રદેશ પ્રમુખ)

૨. વિજય રૂપાણી (મુખ્યમંત્રી)

૩. નીતિન પટેલ 

૪. સ્મૃતિ ઈરાની (કેન્દ્રીય મંત્રી)

૫. ભારતીબેન શિયાળ (નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ)

૬. પરસોત્તમ રૂપાલા (કેન્દ્રીય મંત્રી)

૭. મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી)

૮. ભીખુભાઈ દલસાણિયા (પ્રદેશ જનરલ સેક્રેટરી)

૯. ગોરધન ઝડફિયા (સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ)

૧૦. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (રાજ્ય મંત્રી)

૧૧. ગણપત વસાવા (રાજ્ય મંત્રી)

૧૨. કુંવરજી બાવળિયા (રાજ્ય મંત્રી)

૧૩. આઈકે જાડેજા (પ્રદેશ પ્રવક્તા)

૧૪. પ્રદિપસિંહ જાડેજા (રાજ્ય મંત્રી)

૧૫. જસવંતસિંહ ભાભોર (સાંસદ)

૧૬. નરહરિ અમીન (સાંસદ)

૧૭. શંભુનાથ ટુંડિયા ( સ્ટેટ પ્રેસિડેન્ટ, જીઝ્ર મોર્ચા)

૧૮. ડો. જ્યોતિ પંડ્યા ( સ્ટેટ પ્રેસિડેન્ટ, મહિલા મોર્ચા)

૧૯. રણછોડ રબારી (પૂર્વ મંત્રી)

૨૦. અલ્પેશ ઠાકોર (પૂર્વ ધારાસભ્ય)

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution