રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. જેને લઈને જુના નેતાઓ પણ ફરી ચૂંટણીમાં જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માપદંડને પગલે રાજકોટમાં 26 નેતાઓની ટિકિટ કપાશે.

મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર કરેલા માપદંડોને પગલે રાજકોટમાં ભાજપના છ સિનિયર નેતાને ટિકિટ નહીં મળે. પાંચ પૂર્વ કોર્પોરેટર 60 વર્ષથી મોટા હોવાથી તેમને પણ ટિકિટ નહીં મળે. આ ઉપરાંત સંગઠનમાં હોદ્દો ધરાવતા અન્ય 15થી વધુ નેતાઓને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લડવાની તક નહીં મળે. ભાજપમાં ત્રણથી વધુ વખત કોર્પોરેટર રહી ચૂકેલા નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશ મિરાણી, કશ્યપ શુક્લ, ઉદય કાનગડ, ડો.જૈમન ઉપાધ્યાય, અનિલ રાઠોડને આગામી ચૂંટણીમાં તક નહીં મળે.

આ ઉપરાંત મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી, રૂપાબેન શીલુ, દેવરાજભાઇ મકવાણા,જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ બોરીચાની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી પક્ષ ટિકિટ નહીં આપે. પ્રદેશ ભાજપમાં હોદ્દો મેળવનાર પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપના ત્રણેય મહામંત્રી કિશોર રાઠોડ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, પ્રદીપ ડવ, પરેશ પીપળિયા, કંચનબેન સિદ્ધપુરા, રસીલાબેન સાકરિયા, પ્રફુલ્લ કાથરોટિયા, રઘુભાઇ ધોળકિયાને ટિકિટ નહીં મળે