હાલોલ, રાજ્યમાં આવેલ ગુજરાત પરિવહન નિગમ ના તમામ એસ.ટી સ્ટેન્ડોમાં કંટ્રોલર ઓફીસ(પુછ પરછ કાર્યાલય) ૨૪ કલાક માટે કાર્યરત હોય છે. કે જેથી એસ.ટી બસમાં મુસાફરી કરવા ઈચ્છુક મુસાફરો જે તે એસ.ટી.સ્ટેન્ડમાં તેમના પોતાના નિયત સ્થળ પર જતી બસના સમય અંગેની પુછ પરછ કરી શકે. પરંતુ હાલોલ એસ.ટી.સ્ટેન્ડમાં આવેલ કંટ્રોલર કેબીન પર રાત્રીના ૯ઃ૦૦ કલાક બાદ મસમોટું તાળું લટકતું હોવાથી, રાત્રીના સમયે એસ.ટી બસમાં મુસાફરી કરવા ઈચ્છુક મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલોલ શહેરમાં આવેલ એસ.ટી.સ્ટેન્ડનું કંટ્રોલર કેબીન(પુછ પરછ કાર્યાલય) વહેલી સવારના ૫ઃ૦૦ કલાક થી રાત્રીના ૯ઃ૦૦ કલાક સુધી કાર્યરત રહ્યા બાદ, ત્યાં મસમોટું તાળું લગાવી દેવામાં આવતું હોવાથી, રાત્રીના સમયે એસ.ટી બસ મારફતે મુસાફરી કરનાર મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલોલ એક મોટું સેન્ટર હોવાથી, આસ પાસના ગામો, શહેરો, તાલુકાઓ તેમજ જીલ્લાઓમાં જતી બસોનું ત્યાં સ્ટેન્ડ હોય જ છે, ને તેવામાં રાત્રીના ૯ઃ૦૦ કલાક બાદ ત્યાં આવેલ પુછ પરછ કાર્યાલય પર મસમોટું તાળું લટકતું હોવાથી, બહારગામ જનાર મુસાફરોને પોતાના નિયત સ્થળ પર જનાર બસના સમય અંગેની પૃછ્યા કરવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે, ને તેમાંથી કેટલાક મુસાફરોએ નાછુટકે બમણું ભાડું ચુકવી ખાનગી વાહનોનો આશરો લેવો પડતો હોય છે.