પ્રેમ સબંધ તૂટ્યા બાદ પ્રેમીએ બિભત્સ ફોટા વાયરલ કરતા ફરિયાદ
13, જુલાઈ 2020

જામનગર-

આજના સોશ્યલ મીડીયાના યુગમાં યુવતીઓ સરળતાથી પ્રેમીઓ પર આંધળો વિશ્વાસ મુકીને ફોટાઓ અને વિડીયો આપી દે છે. ત્યારે મુકેલા યુવકો વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી લે છે. આવો જ કિસ્સો જામનગર જીલ્લાના ધ્રોલમાં સામે આવ્યો છે. પ્રેમી સાથે સંબંધ તોડી નાંખતી યુવતીના બિભત્સ ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રોલમાં રહેતી એક યુવતીને અગાઉ ધ્રોલના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે સમયે પ્રેમીએ વિશ્વાસમાં લઈને અશ્લીલ ફોટાઓ અને વિડીયો કોલ રેકોર્ડ કરીને યુવકે તેના મોબાઈલમાં સંગ્રહ કરીને રાખ્યા હતાં.

જે બાદ યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાંખતાં પ્રેમીએ પોતાના મોબાઈલ એપ્લીકેશન દ્વારા બિભત્સ ફોટાઓ અને વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દીધા હતાં. મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરાબ તેમજ ધમકી ભર્યા મેસેજ તેમજ કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવાની યુવતીએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી હેમત ગેલજીભાઈ ઉર્ફે ઘેલાભાઈ ચાવડા સામે ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution