લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી અંતે ઝડપાયો, હિમાચલમાં વેસ પલટો કરી રહેતો હતો
14, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

રાજકોટને શરમસાર કરી શિક્ષણ જગતની આબરુને પણ બટ્ટો લગાડનાર લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી આખરે ઝડપાઇ ગયો છે. લાંબા સમયથી ભાગતો ફરતો અને પોલીસથી છુપાતો ફરતો હવખોર લપંટ હિમાચલ પ્રદેશમાં વેસ પલટો કરી, પોતાની ઓળખ છુપાવી ચોકીદારી કરી રહ્યો હતો. CBIએ અંતે દિલ્લી પોલીસની મદદથી લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદીને ઝડપી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, લંપટ પ્રોફેસરે ચોટીલાની યુવતીનું અપહરણ કર્યુ હતુ અને આ સિવાય એટલે કે ચોટીલાની સગીર વયની દિકરી સહિત સૌરાષ્ટ્ર - ગુજરાતની પોણો ડઝન દીકરીઓના જીવનને આભળી જનાર નરાધમ ધવલ ત્રિવેદી હિમાચલથી પકડાઈ જતા ચોટીલાની સગીર વયની દિકરીના પિતા મુકેશ મનહરલાલ ખખ્ખરે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી દીકરી જ્યારે પાછી મળી ત્યારે તો ખુદ આનંદ અને હાશકારો થયેલ જ હતો, પરંતુ આજે આ લંપટ ઝડપાઇ જતા તેથી પણ વિશેષ આનંદ થયો છે. હવે આ લંપટ હવસખોરનાં હવસનો શિકાર બીજી કોઈપણ દીકરીઓ નહીં બને અને તેના જીવન બરબાદ તથા બચી જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution