મોડાસામાં મા અમૃતમ કાર્ડનું કૌભાંડ આચરી કીરીટ અમીન લૂંટારૂ બની ગયો
24, સપ્ટેમ્બર 2020

અરવલ્લી  : કોમ્પ્યુટરમાં માસ્ટરી ધરાવતો ગેંગનો મુખ્યસુત્રધાર કિરીટ અમીન મુળ અરવલ્લી જિલ્લાનાં વાત્રક ગામનો છે.મોડાસામા વર્ષ-૨૦૧૨માં કલેકટર કચેરી ખાતે ૧૧ મહિનાના કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી દરમિયાન શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા નકલી મા અમૃતમ કાર્ડ કાઢી આપ્યા હતા. જેનો પર્દાફાશ થતા આરોગ્ય વિભાગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કીરીટ અમીન તેનું દિમાગ ગુનાખોરીમાં લગાવી દીધું હોય તેમ વડોદરામાં ડીએસઓ અને ડે.મામલતદાર તરીકે રોફ જમાવી પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.તેના રૂપિયાએ જલસા કરતો હતો. મહિલા સાથે રંગરેલીયા મનાવતા ફોટો વિદેશમાં રહેતા તેના પતિ પાસે પહોંચતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો.કીરીટ અમીન સામે પોલીસમાં અરજી પણ થઇ હતી.કિરીટ અમીનને ગુનેગારની દુનિયામાં પત્નીનો સાથ મળ્યા બાદ કીરીટ વધુ બેફામ બન્યો હોય તેમ નકલી પીએસઆઈ બની અને તેની પત્નીને નકલી હેડ કોન્સ્ટેબલ બનાવી કસ્ટમનું સોનુ સસ્તા ભાવે ખરીદતા લાલચુઓને શિકાર બનાવતો હોવાનો રાજ્યભરમાં ૩૫ ગુનાને અંજામ આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. રામોલ પોલીસે તેની ટીમ સાથે દબોચી લીધો હતો કીરીટ અમીન અને તેની ગેંગ લોકોને કસ્ટમનુ સસ્તું સોનુ આપવાની લાલચ આપી લોકો સોનુ લેવા પહોંચે ત્યારે નકલી પીએસઆઈ કિરીટ અમીન અને નકલી પોલીસ ગેંગ ત્રાટકી સોનુ લેવા પહોંચેલ શખ્શને લૂંટી લેતા હતા તેની સાથે તેની પત્ની પણ હેડકોન્સ્ટેબલ બની સાથે રહેતા લોકો નકલી પોલીસને અસલી સમજી સરન્ડર કરી લેતા હતા. અસલી પોલીસે આ સાત લોકોને પકડી રાજ્યભરના ૩૫ ગુનાના ભેદ ઉકેલ્યા છે.આરોપી કિરીટ અમીન મુખ્ય સૂત્રધાર છે. ભાવના અમીન નામની મહિલા આરોપી જે હેડ કોન્સ્ટેબલ બની હતી તે તેની પત્ની હોવાનું સામે આવ્યું છે. જ્યારે જાવેદ હુસેન, જગમોહન શાસ્ત્રી, અને વસીમ અલી સૈયદ આ ત્રણેય આરોપીઓ સસ્તું સોનું આપવાની લાલચ આપીને ગ્રાહકને પૈસા લઈને બોલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા લઈ આવે ત્યારે કિરીટ, તેની પત્ની, પંકજ સિંહ રાઠોડ અને અન્ય કેટલાક લોકો બનાવ સ્થળ પર રેડ કરી સોનું ખરીદવા આવેલ વ્યક્તિને પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લેતા હતા.આરોપીઓએ ત્રણ વર્ષમાં વડોદરા, સાબરકાંઠા, ખેડા, સુરત, ભરૂચ, રાજકોટ જૂનાગઢ, ડાંગ, વલસાડ અને મહારાષ્ટ્રમાં ૩૫ ગુના આચર્યા છે. જેમાં જગમોહન નામનો આરોપી ૨૦૧૯મા પકડાયો હતો. જોકે આ મોટાભાગના બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી નથી. પોલીસના હાથે પકડાયેલા આરોપીઓમાં કિરીટકુમાર બાબુભાઈ અમીન, રહે-બી- ૭૦૨, જીવન આર્યફ્લેટ, રામોલ,ભાવના કિરીટકુમાર અમીન, રહે-બી- ૭૦૨, જીવન આર્યફ્લેટ, રામોલ, જાવેદ હુસેન ઉર્ફે કવાલ જહીરમીયા ચૌહાણ, રહે- આંતરસુબા, કપડવંજ, જગમોહન ઉર્ફે છોટે મોરારી રામપ્રસાદ શાસ્ત્રી, રહે- રખિયાલ, ઠાસરા,વસીમઅલી અસમતઅલી સૈયદ, રહે- આંતરસુબા, કપડવંજ, અંકુર ભૂપેન્દ્રભાઈ પટેલ રહે- પુષ્પકસિટી હાથીજણ,અમદાવાદ,પંકજસિંહ બળવંતસિંહ રાઠોડ, રહે- પરબડીવાળુ ફળીયુ વિંઝોલનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution