મચ્છુ ડેમ 2 ઓવરફ્લો: મોરબીની આસપાસનાં 22 ગામ એલર્ટ કરાયા
24, ઓગ્સ્ટ 2020

મોરબી-

સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે આજે સવારે મોરબીનાં ટંકારામાં માત્ર બે જ કલાકમા 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થયો છે. મચ્છ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 69 હજાર 552 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. આ સાથે ટંકારાનાં અમરાપુરનાં બે તળાવ તૂટતા ખેતરોમાં પાણી ભરાયુ છે.

મોરબીમાં વરસાદ થવાના કારણે રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે જીસીબી દ્વારા મોડી રાત્રીના કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબીના લખધીરનગર, મકનસર, અદેપર અને લીલાપર તેમજ વાંકાનેર તાલુકાના ઢુવા, પંચાસીયા, લુણસરિયા, રાતીદેવડી, મહિકા, ગારીયા, વાંકિયા, રસિકગઢ, વધાસીયા, હોલમઢ, જાલસીક્કા, ધમાલપર, પાંઝ, પંચાસર, રાણકપુર, વાંકાનેર અને સોભલા એમ કુલ 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution