શેખબાબુ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપીઓના રિમાન્ડ અંગે મેજિસ્ટ્રેટે લીધો ર્નિણય
03, સપ્ટેમ્બર 2020

વડોદરા- 

વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં શેખબાબુ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપીઓના ૧૪ દિવસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે અનુસંધાને મેજિસ્ટ્રેટે તમામ આરોપીના તા.૧૧ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ચાર કોન્સ્ટેબલ પંકજ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચૌહાણ, રાજેશ ગડચર અને હિતેશ બાંભણીયા સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા. જેઓના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, શેખબાબુને પૂછપરછના બહાને લાવી ટોર્ચર કરવામાં આવ્યાં બાદ તેનું મોત નિપજતાં લાશ સગેવગે કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો જે મામલે આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવે તે અનુસંધાને જ્યુડિશયલ મેજિસ્ટ્રેટે તમામ છ આરોપીના તા.૧૧ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution