બોટાદ,સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કિંગ ઓફ સાળંગપુરના પટાંગણમાં દાદાને જાતજાતનાં ફળ ફ્રૂટ, ભાતભાતની મીઠાઈનો ૫૬૦૦૦ કિલોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે દાદાના અન્નકૂટનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ૧૭૫મો શતામૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં મંદિર પ્રશાસન દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સવારે ૫૪ ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિના પટાંગણમાં ૫૬૦૦૦ કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો.વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કિંગ ઓફ સાળંગપુરના પટાંગણમાં દાદાને ધરાવાયેલા અન્નકૂટમાં જાતજાતનાં ફળો, જાતજાતનાં ફ્રૂટો મળીને ૫૬૦૦૦ હજાર કિલો વસ્તુઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જ્યારે દાદાના અન્નકૂટના ભવ્ય દર્શન કરવા સવારથી ભક્તોની ભીડ જામી હતી.