આણંદ : કડાણા જળાશય સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદને લીધે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તા.૩૦ આગસ્ટના રોજ સવારે ૮ વાગ્યાનું લેવલ ૪૧૬.૧૦ ફૂટ અને આવક ૯૦૪૬૯ ક્યૂસેક હતી. ઉપરાંત મહિસાગર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધી હતી. રાજસ્થાનના મહિ બજાજ સાગર ડેમના સ્ત્રાવ સ્ત્રાવ વિસ્તારમાં વધુ વરસાદને કારણે ૩,૩૧,૨૮૨ ક્યૂસેકથી વધારે પાણી મહિનદીમાં છોડવામાં આવ્યુ છે.  

કડાણા જળાશયમાંથી સવારે ૮ વાગ્યાથી પાવર હાઉસ તથા ગેટમાંથી ૨,૦૦,૦૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણીની આવક વધતાં તેને ઘ્યાને લઈ તા.૩૦ ઓગસ્ટના સવારે ૧૦ વાગ્યાથી ૪,૫૦,૦૦૦ ક્યૂસેક વધુ પાણી મહીહિનદીમાં હાઇડ્રો પાવર હાઉસ તથા ગેટમાંથી છોડવાનું આયોજન કરાયું હતું. પાણી છોડાતાં કડાણા તાલુકાનો ગોડિયાર બ્રિજ, લુણાવાડા તાલુકાનો હાડોડ બ્રિજ, મલેક પુર પાસે આવેલ તાત્રોલી બ્રિજ ડૂબાણમાં ગયાં હતાં.

આ ઉપરાંત આજે સવારે ૧૦ વાગ્યાથી કડાણા ડેમમાંથી ૪.૫૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં આણંદ જિલ્લાના મહિ કાંઠા વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેત રહેવા, નદી કાંઠા સુધી નહીં જવા અને પોતાના પશુઓને પણ નદી કિનારે નહીં લઇ જવા સૂચના આપવામાં આવી છે. તંત્રને ખડેપગે રહેવા આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે તાકીદ કરી છે. આણંદ જિલ્લામાં મહિનદી કાંઠા વિસ્તારના ગામોને પણ અલર્ટ કરાયાં છે. દરમિયાન કલેક્ટર આર.જી. ગોહિલે ભારે વરસાદના પગલે અગાઉથી જ આણંદ, બોરસદ, ઉમરેઠ અને આંકલાવના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મના સ્થાનિક તલાટીને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરેલ છે. પેટલાદ સિંચાઈ વિભાગ મના કાર્યપાલક ઈજનેર એસ.પી.પટેલે જણાવ્યું હતું કે, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલવાડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ,

બોરસદ તાલુકાના ગાજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવણ, બદલપુર , વાવલોડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણ ગામ મ, ઉમેટા, ખાડોળા, સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમાં, નવાખલ, ભેટાસીવાટા અને ગંભીરાને અલર્ટ કરાયાં છે. આ ગામો મહિનદી કાંઠા વિસ્તારમાં આવેલાં છે‌.