21, સપ્ટેમ્બર 2020
અમદાવાદ-
સોમવારે વહેલી સવારે મહીસાગર ના ગામ પાસે બસ પલ્ટી ખાઈ જવાની ઘટના માં 50 ને ઇજા થયા ના અહેવાલો મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ શ્રમિકોને લઇને સંજેલીથી કાલાવડ જઇ રહેલી ખાનગી બસના ડ્રાઇવરે વળાંક પર બસ પરથી કાબુ ગુમાવતા પઢારિયા ગામ પાસે પલટી ગઇ હતી. આ દૂર્ઘટનામાં 50થી વધારે લોકોને ઇજા પહોંચી છે. આ ઘટના અંગે ની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી.
મહિસાગરના પઢારિયા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં 50થી વધારે લોકોને ઇજા પહોંચી છે. જો કે ઇજાગ્રસ્તોની સંખ્યા વધવાની શક્યતા જણાઈ રહી છે. પ્રાથમિક વિગતો માં બસ ચાલકે વળાંકમાં બસ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.