જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતાઃ અલ-બદરનો પ્રમુખ આતંકી ગની ખ્વાજા ઠાર
10, માર્ચ 2021

સોપોર-

જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જાેકે, હાલમાં પોલીસ અને સેના મોરચા પર તહેનાત છે. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી. જમ્મુ-કાશ્મીરના આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, સોપોર પોલીસે એન્કાઉન્ટરમાં અલબદરના પ્રમુખ ગની ખ્વાઝાને ઠાર માર્યો છે, જે એક મોટી સફળતા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓ અંગે ખાનગી માહિતી મળતા સેનાની આરઆર-૨૨ બટાલિયન, જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટીમ અને સીઆરપીએફએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ સુરક્ષા બળોએ ભેગા મળી વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા ૬ આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા બળોએ પણ સામે ફાયરિંગ કરી એક આતંકવાદીને ઠાર માર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટિ્‌વટ કરી જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને ઘટનાસ્થળથી મોટી સંખ્યામાં દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે. જ્યારે હજી સુધી તપાસ અભિયાન ચાલુ જ છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution