આણંદ : દેશના નાગરિકોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું આહ્‌વાન કર્યું છે. ‘હમ ફિટ તો ભારત ફિટ’ના સંત્રને ચરિતાર્થ કરવા ગુજરાતના જિલ્લા, તાલુકા, શહેર અને ગામના પ્રત્યેક નાગરિક ફિટનેસ અને એક્ટિવ લિવિંગને જીવનનો એક ભાગ બનાવે તે આ કોરોના મહામારીના સમયમાં અત્યંત જરૂરી છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત એક ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. જે સામાજિક અંતરની સાથે પોતાને ફિટ રાખવાની આવશ્યક્તાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. 

આ અંતર્ગત નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધે અને જનજન સુધી પહોંચે તે માટે પોતાનો અને પોતાના પરિવારનો જાેગિંગ, રનિંગ કે વોકિંગ કરતો એક મિનિટનો વિડિયો આગામી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૦ સુધીમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ http://sgsu.gujarat.gov.in/ પર અપલોડ કરવાનો રહેશે અને સુસંગત માહિતી ભારત સરકારના પોર્ટલ http://www.fitindia.gov.in/  પર અપલોડ કરવાની રહેશે.