ઘરે જ સૌથી જાણીતો એવો લીલો ચેવડો બનાવી શકો છો. આ નાસ્તો તૈયાર રહેતો હોવાથી તરત જ સર્વ કરી શકાય છે. આ સાથે તેને બનાવવામાં કોઈ ખાસ ખર્ચ પણ કરવો પડતો નથી. ઘરની રોજિંદી ચીજોમાંથી જ તમે તેને સરળતાથી બનાવી શકો છો. તો નોંધી લો સામગ્રી અને બનાવી લો આ હાઈજિનિક અને સસ્તો લીલો ચેવડો ઘરે જ.

સામગ્રી:

૬-૭ મીડીયમ બટાકા,૧/૨ વાટકી ચણાની દાળ,૧/૨ ચમચી હળદર,૩-૪ ચમચી ખાંડ ,૧૦-૧૫ કિશમિશ,તલ,મીઠું,૧ લીલા મરચા ગોળ કાપેલા(રીંગ). 

બનાવવાની રીત:

સૌ પ્રથમ ચણાની દાળને ૧-૨ કલાક માટે પાણીમાં પલાળી લેવી. પછી તેને કપડા પર પાથરી સુકાવા દેવી. ત્યાં સુધીમાં બટાકાને જાડા કાણાવાળીમાં છીણીમાં છીણ તૈયાર કરો. બધું છીણ એક વાસણમાં લઇ તેમાં હળદર ઉમરી બરાબર મિક્સ કરો. હવે તેલ ગરમ થાય એટલે દાળ તળી લો. પછી બટાકાનું છીણ તળી લેવું, ધ્યાન રહે કે છીણ તેલમાં ફરતું છુટું છુટું નાખવું અને વધારે ક્રિસ્પી નહિ તળવાનું, સહેજ પોચું રાખવું. હવે બધું છીણ તળાઈ જાય એટલે એક વાસણમાં છીણ લઇ તેમાં દાળ, કિશમિશ, ખાંડ, મીઠું, તલ, મરચાની રીંગ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. લો તૈયાર છે બજાર કરતા સસ્તો અને હાઇજેનિક લીલો ચેવડો.