ડભોઇ : નર્મદા ડેમ માંથી છોડવામાં આવેલા ૯ લાખ ક્યુસેક પાણી ની તીર્થધામ ચાંદોદ પંથક માં વ્યાપક અસર નર્મદાના પાણીએ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટની સપાટી વટાવી નદીના પાણી અનંતકેશ્વવર મહાદેવ મંદિર પાસે પહોંચ્યા હતા. સતત વધી રહેલા જળ પ્રવાહ ના કારણે ચાંદોદ-નંદેરીયા મુખ્ય માર્ગ પર પાણી આવી ગયા હતા.  

કરનાળી માં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર નદી ના પાણી ફરી વળતા કરનાળી બસ સ્ટેશન, આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન, સોમનાથ ધાટ તેમજ કુબેર ટ્રસ્ટ ના ભોજનાલય માં કેડ સમા પાણી ભરાયા હતા.કરનાળી નો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.ડેમ માંથી વધુ પાણી છોડવાની શક્યતા ના પગલે તંત્ર સાબદુ થયું હતુ. મધ્યપ્રદેશ ના ઉપરવાસ માં સાંબેલાધાર વરસાદ ના પરિણામે ઓમકારેશ્વર ડેમ સહીત ની જળરાશિ સરદાર સરોવર નર્મદા ડેમ ઠલવાઇ રહી છે જેથી સરદાર સરોવર ડેમ માં પાણી ની આવક વધતાં નર્મદા નદી માં ૯ લાખ ક્યુસેક જળ પ્રવાહ છોડવામાં આવ્યો છે નર્મદા નદી માં સરદાર સરોવર ડેમના પાણી છોડાતા ડ ચાંદોદ નો પ્રસિધ્ધ મલ્હારરાવ ધાટ સંપૂર્ણ ૧૦૮ પગથીયા પર વહેલી સવારે પાણી આવી ગયા હતા તો નદી કિનારા ના કરનાળી ગામના બસ સ્ટેશન અને આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન પાસે પાણી ફરી વળતા ગામ જવાનો સંપર્ક ખોરવાયો હતો.