અમદાવાદ-

અમદાવાદ ના ધોળકામાં રૂ. 25 લાખ રૂપિયાની લાંચ લેતા મામલતદાર રંગેહાથ ઝડપાયા છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે 25 લાખ રૂપિયાની લાંચ માગતા ACBએ બીછાવેલી જાળ માં મામલતદાર અને તેમનો મળતીયો લાંચની રકમ સ્વીકારતાં આબાદ ઝડપાયા હતા, ACBને મામલતદારની ઓફિસમાંથી 20 લાખ રૂપિયાની રકમ મળી હતી, જ્યારે બીજા પાંચ લાખ રૂપિયા વચેટિયા પાસેથી કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં મામલતદાર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે.

વિગતો પ્રમાણે, જમીન મોજે બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂક કરેલી, જે ફરીથી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપવામાં આવી હતી, જેના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી જમીન ફરીથી ખેડૂત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોરે 25 લાખ રૂપિયાની લાંચ માગી હતી. ત્યારે આ રકમ નહીં આપવા માગતા ફરિયાદીએ આખરે ACBનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર તથા તેમનો વચેટિયો ACBના છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા