સુરતમાં એક યુવાનને રૂ.4 કારોડમાં કિડની વેચવા પ્રેરિત કરી લાખો રૂપિયા ઠગી, એક વિદેશીની ધરપકડ
17, જુલાઈ 2021

સુરત-

સાઇબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળી છે. કારણ કે, સુરતના એક યુવકે પોતાની કિડની વેચવાને લઈને ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદના આધારે સુરત પોલીસે તપાસ કરતા બેંગ્લોર ખાતેથી એક આરોપીની ધરપકડ કરી છે. મૂળ દક્ષિણ આફ્રિકાનો આ યુવક અભ્યાસ માટે બેંગ્લોર ખાતે આવી દેશભરની અલગ-અલગ જાણીતી હોસ્પિટલના નામે નકલી વેબસાઈટ બનાવી ચાર કરોડમાં કિડની વેચી શકાય આવી જાહેરાતમાં લોકો સાથે અલગ-અલગ નામે છેતરપિંડી કરતો હતો. જોકે આ યુવક પકડાયા બાદ દેશભરમાં કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી કે તેનો મોટો ખુલાસો થઇ શકે છે.

સુરતના એક યુવાનને પૈસાની જરૂર હતી જેથી વેબસાઈટ ઉપર ચાર કરોડમાં કિડની ખરીદવાની જાહેરાતમાં ફસાવીને અલગ-અલગ રીતે સુરતના યુવક પાસેથી 14 લાખ કરતા વધુ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે ,આ યુવક સુરત સર્કલમાં આ મામલે ફરિયાદ કરતાં સુરતની સાઇબર સેલે તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ દેશની પ્રતિષ્ઠિત હોસ્પિટલોના નામે ફેક આઈડી બનાવીને ભોગબનનારાઓને વિશ્વસમાં લેવામાં આવતા હતા. પોલીસે વિદેશી નાગરિક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સીપીયુ હાર્ડ ડિસ્ક સાહિના દસ્તાવેજો પણ કબજે કર્યા છે. કેટલા લોકો સાથે આ પ્રકારેછેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution