ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયો શખ્સ, રિક્ષામાં અલગ અલગ વિસ્તારમાં કરતો નશાનો વેપાર
17, એપ્રીલ 2021

અમદાવાદ-

અમદાવાદની સરખેજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે શખ્સ છેલ્લાં ધણા સમયથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં ફરીને ગાંજાનો વેપાર કરતો હતો.આરોપીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે આ વાતનો ખુલાસો કર્યો છે.આરોપી મહારાષ્ટ્રથી નશાનો સામાન લાવીને અમદાવાદનાં વેપાર કરતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યુ છે.

સરખેજ પોલીસે સમીર સિપાહી નામનાં શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની માત્ર અટક સિપાહી છે તેનુ કામ સિપાહી જેવુ જરા પણ નથી..પોલીસે ફતેવાડી વિસ્તારમાંથી આ યુવકને ગાંજાનાં 11 કિલોથી વધુનાં જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.અમદાવાદનાં ઝોન -7 ડિસીપી પ્રેમસુખ ડેલુને બાતમી મળી હતી કે સમીર સિપાહી નામનો શખ્સ મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદમાં વેપાર કરે છે. જેથી સરખેજ પોલીસ છેલ્લાં એક મહિનાથી આ યુવકની વોચમાં હતી. અને ગઈકાલે આ શખ્સ ફતેવાડીમાં ફરતો હોવાની બાતમી મળતા જ તેને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે આરોપી સમીર સિપાહી અગાઉ બેથી ત્રણ વાર મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચી ચુક્યો છે.. પરંતુ હજુ સુધી પોલીસની પકડમાં નથી આવ્યો ત્યારે સરખેજ પોલીસે આરોપીને ઝડપી તે આ નશાનો વેપાર કેટલા સમયથી કરતો હતો અને અમદાવાદમાં કોને કોને ગાંજો સપ્લાય કરતો હતો તે બાબતે તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution