રાજકોટ, રાજકોટ શહેરમાં રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જાેખમરૂપ છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.૨૫-૦૪થી ૦૩-૦૫-૨૦૨૨ સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ ૨૮૪ પશુઓને પકડવામાં આવ્યા છે.રાજકોટ શહેરમાં સતગુરુ પાર્ક, જય જવાન જય કિશાન, સેટેલાઈટ ચોક, આર્ય નગરમાંથી ૯ પશુઓ, ન્યુ મહાવીર, અક્ષરનગર, ગાંધીગ્રામ, ભારતીનગર, કષ્ટભંજન સોસાયટી, ગર, શ્યામ નગર, વિગેરે વિસ્તારોમાંથી ૩૭ પશુઓ, ખોડીયારનગર, આંબેડકરનગર તથા આજુબાજુમાંથી ૧૨ પશુઓ અને રૈયાધાર, મફતીયાપરા તથા આજુબાજુમાંથી ૧૬ પશુઓને પકડવામાં આવ્યા છે.

જયારે આજીડેમ, અનમોલ પાર્ક, માન સરોવરમાંથી ૧૩ પશુઓ, ગ્રીનલેન્‍ડ ચોકડી, શિવમપાર્ક, શિવનગરમાંથી ૧૬ પશુઓ, ભક્તિનગર, રેલવે સ્ટેશન, નવલનગર, ગોકુલધામમાંથી ૬ પશુઓ, કણકોટપાટીયા તથા આજુબાજુમાંથી ૬ પશુઓ, નંદાહોલ, શિતલપાર્ક, કોઠારીયા ગામ, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી ૨૦ પશુઓ, કોઠારીયા સોલવન્‍ટ, કિશાનપરા મેઈન રોડમાંથી ૨૦ પશુઓ, માંડાડુગર, માનસરોવર, વેલનાથ, જડેશ્વમાંથી ૧૬ પશુઓ, મનહરપુરમાંથી ૮ પશુઓ, રામનગર માંથી ૧૦ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૮૪ પશુઓ પકડવામાં આવેલ છે.