નાના મવા બીજ નીચેની પાણીની લાઈન શિફ્ટ કરવા માટે ત્રણ વોર્ડમાં મનપાનો પાણીકાપ
16, એપ્રીલ 2022

રાજકોટ,ઉનાળાની કાળઝાળ ગરમી તોબા પોકારી રહી છે ત્યારે મનપાએ નાના મવા બીજ નીચેની પાણીની લાઈન શિફ્ટ કરવા માટે વોર્ડ નં.,૮,૧૦ અને ૧૧માં અને આજે પાણીકાપ ઝિક્યો છે. આ પાણીકાપને કારણે ૧ લાખ લોકો આજે હાલાકી ભોગવી રહ્યા છે. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના જણાવાયા પ્રમાણે આજે પુનિતનગર ઈ.એસ.આર. તથા ચંદ્રેશનગર ઇ.એસ.આર, હેઠળ પાણી વિતરણ બંધ રહેશે. ૧૫૦ ફુટ રીંગ રોડ આધારીત ઈ.એસ.આર.ની મેઈન ૬૦૦ એમ,એમ. ડાયા એમ.એસ.ની સપ્લાય પાઈપ લાઈન નાનામવા સર્કલ ફ્લાય ઓવર બ્રિજનાં એલાઇનમેન્ટમાં આવતી હોય, જે શીફ્ટ કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. મૂળ લાઈનને હયાત લાઇન સાથે જાેડવાની કામગીરી કરવાનું થતું હોય પાણી બંધ રહેતા ઉકત વિસ્તારોમાં પાણી નહિ મળે.જે વિસ્તારોને આજે પાણી નથી મળ્યું તેમાં પુનિતનગર, રામધામ, ન્યુ કોલેજવાડી, સામ્રાજય એપાર્ટમેન્ટ, સરકારી વસાહત, જગન્નાથ, નવજયોત પાર્ક, એ.પી.પ્લોટ, સિલ્વર એવન્યુ. સાંઇનગર, જયગીત સોસાયટી, બ્રહ્મકુંજ સોસાયટી, નારાયણનગર, અમરનાથ મહાદેવ રોડ,માં પણ પાણી વિતરણ બંધ રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution