હરણી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ૧૫૫ ભૂદેવોના હસ્તે મંત્રજાપ યોજાયા
02, જાન્યુઆરી 2021

વડોદરા, તા.૧ 

શહેરના હરણી રોડ ખાતે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ૧૫૫ કર્મકાંડી બ્રાહ્મણોના હસ્તે મંત્રજાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગો.વ્રજરાજકુમારજી ઉપસ્થિત રહ્યા હતા અને ભૂદેવોને ધાબળા, માસ્ક, સેનિટાઈઝર અર્પણ કરવામાં આવ્યા હતા.

નાગેશ્વર મહાદેવ મંદિરના સંચાલક શિવમ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા આજે નાગેશ્વર મહાદેવ મંદિર હરણી રોડના પ્રાંગણમાં ૧૫૫ કર્મકાંડી બ્રાહ્મણોના હસ્તે મંત્રજાપ કરવાનું આયોજન કરાયું હતું. વર્ષ ર૦ર૦ કોરોના વાઈરસના વર્ષને ભૂલીને નવા વરસે વડોદરા શહેરની શાંતિ અને આરોગ્યલક્ષી સુધારા માટે આ કાર્યક્રમના આયોજનમાં કર્મકાંડી બ્રાહ્મણોને આ ટ્રસ્ટ સંચાલક શિવમ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા બ્રાહ્મણોને ધાબળા, માસ્ક, સેનિટાઈઝર વગેરે અપર્ણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂ.ગો. વ્રજરાજકુમારજી મહોદય તેમજ દર્ભાવતી (ડભોઈ)ના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution