અમદાવાદ-

ફાયર સેફ્ટી અને બી યુ પરમીશનને લઈને હાઇકોર્ટ દ્વારા સરકાર અને મનપાનો ઉધડો લીધો હતો જેમાં ફાયર અને મનપાના દ્વારા બી યુ પરમીશન વગર અને ફાયર સેફ્ટી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસો દુકાનો અને હોસ્પિટલોને પણ સીલ કરવામાં આવી છે જેને લઈને આજે જમાલપુર ખડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે વેપારીઓ માટે તેઓ કોઈ વચગાળાનો રસ્તો કાઢે.

અમદાવાદ જમાલપુર- ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આજે મ્યુનિસિપલ કમિશનને પત્ર લખ્યો છે અને કહ્યું છે 31 મે થી ફાયર સેફ્ટી અને બી યુ પરમીશનને લઈને દુકાનો, ઓફિસો, હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. જેમાં વેપારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વેપારીઓને ધંધાકીય આર્થિક નુકશાન પણ થઈ રહ્યું છે. 3 મહિના થઈ ગયા હોવા છતાં આ દુકાનો ઓફિસો કે હોટલ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી સત્વરે આ નિણર્ય લેવામાં આવે જેથી વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે નહીં એક તરફ કોરોના મહામારીમાં જ વેપારીઓને વધુ નુકશાન થયું છે ત્યારે ફરી આ દુકાનો સીલ કરતાં વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

આ વિષે વાત કરતાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ જણાવ્યુ હતું કે મનપા દ્વારા 31 મે થી ફાયર સેફ્ટી અને બી યુ પરમીશન વગર ચાલતી દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ અને ઓફિસોને સીલ કરવામાં આવી હતી. એ બાબત ને આજે 3 મહિના થઈ ગયા હોવા છતાં પણ આ દુકાનો કે ઓફિસો હોટલ ખોલવા અંગે મનપાના અધિકારીઓ કોઈ નિર્ણય લીધો નથી એટલે કમિશનર કોઈ વચગાળાનો રસ્તો નિકાળે જેથી વેપારીઓને હાલાકી પડે નહીં અનેક દુકાનો ઓફિસો અને હોટલ અને રેસ્ટોરન્ટમાં અનેક કારીગરો અને કર્મચારીઓ નોકરી કરે છે એના થી પોતાના ધંધા રોજગાર ચાલે છે જેથી વેપારીઓને માટે કોઈ રસ્તો કાઢે તેવી તેમણે વિનંતી પણ કરી છે.