વડોદરા, તા. ૨૪

પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો પર નોન ઈન્ટરલોંકીંગ અને બ્લોકેજના કારણે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવાની સાથે ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

મધ્ય રેલ્વેના જલગાંવ અને ભુસાવલ જંકશન પર ચોથી લાઈન કનેક્ટિવિટી સાથે જલગાંવ યાર્ડ રિમોડેલિંગ માટે નોન – ઈન્ટરલોકિંગને કારણે વડોદરાથી અમદાવાદ તરફ જતી વિવિધ ટ્રેનોના રુટો અને તેમના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી બે ટ્રેનોને નાગપૂર – અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અને અમદાવાદ – નાગપુર પ્રેરણા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. જ્યારે હાવડા – અમદાવાદ એક્સપ્રેસ , બરૌની – અમદાવાદ એક્સપ્રેસ , ચેન્નઈ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ , અમદાવાદ – યશવંતપુર એક્સપ્રેસ , પુરી – ગાંધીધામ એકસપ્રેસ અને યશવંતપુર – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનોનો માર્ગ પરીવર્તિત કરવામાં આવ્યો છે. તે સિવાય પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ – વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનોને કનેક્ટિવીટી પૂરી પાડવાના કામને કારણે વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન પાંચ દિવસ રદ રહેશે. તે સિવાય પ્રતાપનગર – એકતાનગર મેમૂ પણ રદ કરવામાં આવી છે.